તારાને મારા વિચાર જ્યાં એક બની જાય, ના દૂર કે પાસેનો ફરક રહે જરાય
દૃષ્ટિએ દૃષ્ટિમાં જ્યાં તું સમાય, રહે તું ગમે ત્યાં, પડે ના ફરક એમાં જરાય
નજરમાં ચિત્ર તારું જ્યાં ઊભું થાય, છબીની જરૂર પડે ના ત્યાં જરાય
ધડકને ધડકનમાંથી ઊઠે તારો અવાજ, બીજા અવાજોનું કામ નથી જરાય
પડે જ્યાં ડગલાંને પગલાં મારા, તારી મંઝિલ તો ત્યાં મળી જાય
હાથને જ્યાં તારા હાથનો સહારો મળી જાય, બીજા સહારાની રહે ના જરૂર જરાય
બોલે જીવન જ્યાં એક તારું ને તારું નામ, બીજા નામની જરૂર નથી જરાય
સર્જાય એકતા જીવનમાં તારી સાથ, અલગતાનું નામ ના દેજે જરાય
નજરમાં રહે જ્યાં મુખડું તારું સદાય ચાંદને જોવાનું છે શું કામ
થાશે જીવનમાં જ્યાં આવું, કરશે ના સૂરજ બરોબર સૂરજ ઝંખવાઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)