બીજી આંખો જોઉં જોઉં ને ભૂલી જાઉં, જોઉં જોઉં ને ભૂલી જાઉં
જોઉં જ્યાં તારી આંખોમાં, તારી આંખોમાં ત્યાં સમાઈ જાઉં
હેત અનુભવ્યા દિલના ઘણા, થાય તારા હેતમાં નહાતો ને નહાતો જાઉં
તારા આંખમાં ઊછળતા પ્રેમના મોજાને જોઈ, થાય એક મોજું બની જાઉં
તારી આંખોના ઊંડાણમાં જોઉં, થાય એની ઊંડાણમાં સમાઈ જાઉં
તારી આંખમાંથી ફૂટતા પ્રેમના કિરણો જોઈ, થાય એક કિરણ બની જાઉં
તારા નયનોમાંથી વહેતા ભાવના મોજાઓને જોઈ, થાય એક એવું મોજું બની જાઉં
જોઈ રહી છે આંખડી તારી મુજને, થાય તારી દૃષ્ટિ બની જાઉં
તારા દિલને નયનોમાંથી વહેતો પ્યાર જોઈ, થાય બસ એને પીતો ને પીતો જાઉં
જોઉં તને જોતો ને જોતો રહી જાઉં, થાય તારામાં એક બની જાઉં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)