મનવા રે મુંઝાય છે શાને, અકળાય છે શાને
થઈ જા તૈયાર, ચાલવાને જગ સાથે ને સાથે
દોડાવ્યો તેં મને તો તારી સાથે ને સાથે - થઈ જા ...
ચાલીશ ના જો તું જગ સાથે ને સાથે - થઈ જા ...
અંદર ને અંદર વસવસો તો રહી જાશે - થઈ જા ...
ચાલી જગ સાથે, રહેજે તૈયાર જગ પર પ્રભાવ પાડવાને - થઈ જા ...
ચાલશું જ્યાં આપણે બંને સાથે ને સાથે - થઈ જા ...
સર કરતા જાશું શિખરો ત્યાં સાથ ને સાથે - થઈ જા ...
દેજે છોડી, એવા વિચારો અધવચ્ચે છોડવાનો - થઈ જા ...
રહેજે તૈયાર રહેવા છેવટ સુધી સાથે ને સાથે - થઈ જા ...
ભવેભવના છે સંબંધો, કર તું યાદ એને - થઈ જા ...
કરવા મજબૂત એને રહેજે તું સાથે ને સાથે - થઈ જા ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)