એક આવેને એક જાય, છે આ ક્રમ જગમાં, ચાલુ ને ચાલુ સદાય
રહેશે કોઈ થોડું કોઈ ઝાઝું, કોઈ આવ્યા એવા પાછા જાય
આવી આવી જગમાં સહું, કર્મના ખાતામાં નામ નોંધાવતા જાય
સમજણ મુજબ સહુ વરતશે, સમજવા બીજાનું નવ તૈયાર થાય
જાણે સહુ કોઈ છે જવાનું છે પાછું, પાછું તોય એ ભૂલી જાય
છે છે ને નથી નથીના કાવાદાવાની હાય હાય કરતા રે જાય
ભૂલે માણસ તો સમય, સમય સમયનું કામ કરતો જાય
પ્રભુ તારી માયામાં પગ પાડી, એમાં ઘસતા ને ઘસતા જાય
નવા નવા રંગોને રૂપોના ખેલ, એ તો ખેલતા ને ખેલતા જાય
જનમને મૃત્યુના છેડાની વચ્ચે, રમત એ રમતા ને રમતા જાય
ચાહે કરવા લાખ કોશિશો, તોય સત્ય આ નવ બદલાય
નથી કોઈ કાયમનું રહેવાસી, સહુ જગમાં પ્રવાસી બનતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)