પળને પકડી ને જીવનમાં, પળભર જ્યાં હાથમાં
જીવનમાં એ પળ ચૂકાઈ ગઈ (2)
આળસની પળ છવાઈ ગઈ, જ્યાં જીવનમાં
પળભર પણ દુઃખ ના વિસારી શક્યા જીવનમાં
વિશ્વાસભર્યા હૈયાને, પળભરની શંકા હલાવી ગઈ
પળને ના પકડી શક્યા, વિચારની સફર શરૂ થઈ
પળભર પણ બાંધી જ્યાં પળને, એ રહી ત્યાં હાથમાં -
પળપળનું બનેલું છે જીવન, રહેશે હાથમાં રાખશે પળ હાથમાં
પળની કિંમત નહીં સમજી શકે, કિંમત જીવનની નહીં સમજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)