મારે દિલને ને મનને તો છે સમજાવવું
રહેજો શાંત જીવનમાં તમે તો જરા જરા
છોડતા જાજો બંને, ઇચ્છાઓ જીવનમાં તો જરા જરા
પડશે ફરક જીવનમાં તો ઘણા ઘણા, પડે ફરક દૃષ્ટિમાં જરા જરા
જોવરાવી રાહ પ્રભુ જીવનમાં ઘણી ઘણી, જોવરાવજે ના હવે જરા જરા
પડશે કરવી શુભ શરૂઆત જીવનમાં, કરો ભલે જીવનમાં જરા જરા
પ્રકટે સાચી સમજ જીવનમાં, જાગે ભલે એ જીવનમાં જરા જરા
સુખદુઃખ આવે ભલે જીવનમાં, આવે ભલે એ જરા જરા
આવશે ના ઓડકાર સંતોષતા જરા જરામાં, ભલે થાય શરૂઆત જરા જરા
કરવો છે પુરુષાર્થ પાકો, કહેવું નથી, ચૂકી ગયા જીવનમાં જરા જરા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)