કરું છું યત્ન જાગૃત રહેવાને, શિકાર તોય બની ગયો છું
જપું છું પ્રેમની માળા દિલથી, ના પ્રેમી તોય બની શક્યો છું
ભક્તિની ચાહના છે દિલમાં, ના ભક્ત તોય બની શક્યો છું
રહેવું છે હસતા સદા જીવનમાં, જીવનમાં તોય રડી રહ્યો છે
ખોવું છું ભાન તો યાદમાં, ધ્યાની ના તોય બની શક્યો છુ
શબ્દે શબ્દે ટપકે છે સ્વાર્થ, ના શ્રદ્ધાળુ રહી શક્યો છું
જીવવા ચાહું છું અજવાળામાં, અંધારામાં તો જીવી રહ્યો છું
સુખદ સ્વપ્ના રહ્યો છું સેવી, સ્વપ્ના તોડતો ને તોડતો રહ્યો છું
ચાહું છું શીતળતા દિલમાં, કોઈ ને કોઈ આગમાં જલી રહ્યો છું
ચાહું છું દિલથી દિલમાં મુક્તિ, ખુદના હાથે એને ઠેલી રહ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)