કેટ કેટલી આગમાં રહ્યો છે જલતો આ માનવી
પ્રેમની આગમાં રાખ કરી નાખે છે જીવન તો માનવી
જલ્યું જ્યાં ઈર્ષ્યામાં હૈયું, પ્રેમની રાખ કરે છે માનવી
અધૂરામાં પૂરું સમાવી નથી શકતો ક્રોધનો અગ્નિ જીવનમાં
જીવનની રાખ કરતો આવ્યો છે તો એમાં એ માનવી
અધૂરી વાત કરવા પૂરી, યાદોમાં જલી રહ્યો છે માનવી
જલ્યો વેરાગ્યનો અગ્નિ હૈયે, ઇચ્છાઓની રાખ કરે છે માનવી
જલે ઇચ્છાઓનો અગ્નિ, જલતો ને જલતો રહ્યો છે એમાં માનવ
જલતો જલતો રાખી વેરનો અગ્નિ, જીવન ખાક કરી રહ્યો છે માનવી
ઉમ્મીદો ને ઉમંગની રાખ કરી માનવી જીવનની રાખ કરી રહ્યો છે માનવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)