વશમાં નથી, વશમાં નથી કાંઈ તારા, નથી કાંઈ હાથમાં તારા
ખોટા ખ્યાલોમાં રાચે છે શાને, છે બધું હાથમાં તો તારા
મન ના કેળવ્યું, આવ્યું ના કદી તો એ હાથમાં તારા
વિચારોને ના કેળવ્યા, ના રહ્યા કદી એ હાથમાં તારા
ખેંચાયો સદા ભાવોમાં, કાબૂમાં રાખી ના શક્યા તારા
ઇન્દ્રિયો રહી સદા તાણતી, ના રહી એ કાબૂમાં તારા
વીતતો રહ્યો સમય, સમય આવ્યો ના કદી હાથમાં તારા
મનના ભાવોને ખુદમાં રાખ્યા, ના આવ્યા કદી હાથમાં તારા
લોભલાલચ રહ્યા બાંધતા, છે એ શું હાથમાં તારા
બની જાશે જ્યાં તું પ્રભુનો, આવશે પ્રભુ વશમાં તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)