મારી હર ધડકનમાં છે વ્યાપેલી, છે વ્યાપેલી તું મારી રે સિદ્ધમાતા
મારી હર નજરનો છે છેડો તો તું, છે છેડો એનો તું, મારી રે સિદ્ધમાતા
માર હર વિચારોનો અંત છે તું અંત એનો તું, મારી રે સિદ્ધમાતા
મારા દિલના પ્રેમનો સ્રોત છે, છે સ્રોત એનો તું, મારી રે સિદ્ધમાતા
મારા હર ભાવોને ઝીલનારી, છે ઝીલનારી તું મારી રે સિદ્ધમાતા
મારી રગેરગમાં ને હૈયામાં, છે વ્યાપેલી તું, મારી રે સિદ્ધમાતા
મારી દૃષ્ટિનું દૃશ્ય છે તું, છે દૃશ્ય તો તું, મારી રે સિદ્ધમાતા
મારા જીવનની મંઝિલ છે તું, છે મંઝિલ તો તું, મારી રે સિદ્ધમાતા
મારી દૃષ્ટિનું બિંદુ તો છે, છે મારું બિંદુ તું, મારી રે સિદ્ધમાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)