આંખો તો છે આંસુની એક જગા, દિલ તો છે એની બીજી જગા
એકે છૂપાવ્યા એને તો દિલમાં ને દિલમાં, બીજાએ એમાં ધરતી ભીંજવી
ના હતા મુકાબલા બંનેના, હતાં પરિણામ તો બંને એકના
હતી દૃષ્ટિ એકની અંતરમાં, હતી બીજી તો જગને તો જોતી
હતી બંનેની સંવેદનાની અસર, દિલ પર તો એની તો થાતી
ઘાએઘાએ ઘા ઝીલ્યા દિલે, રહી આંખો આંસુ એમાં વહાવતી
પ્રસંગો પર પ્રસંગો બને જીવનમાં, અસર દિલ પર એની પડતી
દિલ રૂવે ને આંખો આંસુ વહાવે, રહી જોડી તો આમ ચાલતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)