પાપ પોકારશે બાંગ એની જ્યાં, એ છૂપું રહેશે નહીં (2)
દુઃખદર્દ મારે લપેડા મુખ પર, દેખાયા વિના રહેશે નહીં
ગમશે નહીં દિલને જે, અણસાર આંખો આપ્યા વિના રહેશે નહીં
અંતરની શાંતિ, અંતરનાં તોફાનો જાહેર થયા વિના રહેશે નહીં
ઉમંગેઉમંગોના અણસાર, આંખોમાં આવ્યા વિના રહેશે નહીં
વૃત્તિએ વૃત્તિએ ઊછળે મોજાં હૈયામાં, હાજરી એની નોંધ્યા વિના રહેશે નહીં
સુખશાંતિ હશે હૈયામાં, આભા એની મુખ પર ફેલાયા વિના રહેશે નહીં
અણગમો હશે જે વાતનો, મુખ જાહેર કર્યાં વિના રહેશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)