આંખોમાં ના જે સમાણા, દિલમાં ક્યાંથી એ રહેવાના
કણાની જેમ જે ખૂંચ્યા, જરૂર ઉત્પાત તો એ મચાવવાના
સમજાવ્યા ના જે સમજ્યા, દર્દ ઊભું એ તો કરવાના
પગલેપગલાં સાથે ના પાડી શક્યા, ખેંચાતા એ રહેવાના
ઇચ્છા ને ભાવો જ્યાં જુદા, એક દૃષ્ટિએ ના જોઈ શકવાના
પ્રેમનું સામ્રાજ્ય તૂટયું હૈયે, નથી કોઈને પોતાના કરી શકવાના
સ્વાર્થે રહ્યા સાથે, મુસીબતમાં સાથે નથી એ રહેવાના
પ્રેમની ગાંઠ બની મજબૂત, એ તો સાથે ને સાથે રહેવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)