નબળાઈના ઉપાસક, નબળાઈથી તો દૂર રહેજો
થાય છે કામ બળવાનોનું, બળવાન બનીને રહેજો
અવગુણોને સંઘરી, બળવાન ના બની શકો છો
ગુણોને વિકસાવી દિલમાં, મજબૂત જીવનને કરી શકો છો
દિલ રાખે છે આશા પાસે તમારી, પૂરી કરી શકો છો
વિચારો અધૂરપના ત્યજી, પૂર્ણતાના તો ભરી શકો છો
હટાવી નબળાઈઓ દિલમાંથી, મજબૂત બની શકો છો
પ્રેમના જળને મજબૂત કરી એવું, સહુને પીગળાવી શકો છે
બની મજબૂત શંકાઓમાં, દ્વાર સિદ્ધિનાં ખટખટાવી શકો છો
ભક્તિને ચરમસીમાએ પહોંચાડી, દર્શન દેવા મજબૂર કરી શકો છો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)