અરે ઓ કરુણાવાળી, સુકાશે તારી કરુણાની ધારા
અમ જેવા પાપીઓનું તો શું થાશે
આપીશ ના માફી જગમાં અમને જો તું
બેસમજમાં કર્યાં કૃત્યો ખોટાં, અટકાવીશ નહીં જો એ ધારા
અહંમાં ડૂબેલા, અભિમાનમાં છકેલા, રાખીશ ના ચરણે તારા
ક્રોધમાં રહ્યા છીએ જલતા, ન કરવાનું કરી બેસતા
ખોટી આબરૂની પળોજણમાં, રહ્યા બેઆબરૂ બનતા
લઈ શ્વાસો, છોડીએ ના એને પાપો વિના
જોઈએ તારા પ્રેમના કિનારા, ડૂબાડે અમને પાપો અમારાં
અનેકને જગમાં તારનારી કાઢવા ક્યાંથી શક્તિનાં માપ તારાં
જલાવ્યો હૈયે દીપ આશાનો, નવરાવજે કરુણામાં તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)