દર્દને સમાવતું રહ્યું છે દિલ, એવા દિલને કેમ સંભાળીશ
ફરે કદી આશાની ગલીઓમાં, કદી નિરાશાઓની, કેમ સંભાળીશ
કદી રહે મૂક, કદી બને એ તો બોલકું કેમ સંભાળીશ
કદી એ ધીરજ ધરે, કદી અધીરું બને કેમ સંભાળીશ
ભાવેભાવે એ ભરમાય એવાં દિલને કેમ સંભાળીશ
કદી સ્વાર્થ તો કદી લોભ-લાલચમાં તણાય, એને કેમ સંભાળીશ
હારજીતના રાગદ્વેષમાં, એવા દિલને કેમ સંભાળીશ
કદી હસાવે કદી રડાવે, એવા દિલને કેમ સંભાળીશ
દૃશ્યેદૃશ્યે મચલતા, એવાં દિલને કેમ સંભાળીશ
ભક્તિભાવ ભૂલીને રહેતા, એવાં દિલને કેમ સંભાળીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)