ખીલી હતી મોસમ, પુરબહારમાં ખીલી હતી
કસર એક હતી, હાજરી તારી એમાં બાકી હતી
યાદોની બારાત ચાલુ હતી, હતી કસર તારી યાદ ના હતી
સુંદરતાએ સજ્યા શણગાર, કસર અંદર બાકી હતી
પ્રેમની ગલીમાં ખૂબ ફર્યા, માણવો વિરહ બાકી હતો
મહેફિલ ખૂબ જામી હતી, દર્દ ઘૂંટાવાં બાકી હતાં
નજરે દૃશ્યો ખૂબ જોયાં, તસવીર તમારી બાકી હતી
અદબ વાળીને કાં બેઠા, હજી કઈ મજબૂરી બાકી હતી
કંઈક વાતોના જવાબ હોતા નથી, સવાલ એના જવાબ હતા
હરેક ઇન્સાનમાં પ્રભુ ખીલી ઊઠે, સ્વર્ગની કસર ના બાકી હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)