આ તો કેવો રે પ્યાર, આ તો કેવો રે પ્યાર
એને પ્યારની ઝલક ગણું કે કહું પ્યારનો શણગાર
તડપ જગાવે એ દિલમાં, છે નયનોમાં આંસુની ધાર
આંસુઓ બને મોતી, બને એ તો જીવનમાં નયનોનો શણગાર
યાદેયાદનાં તો બને ફૂલ, દિલે પહેર્યો છે એનો રે હાર
મન ઝંખે સદા ઝીલવા મધુર, શબ્દોના એના રે અણસાર
મંદમંદ પવન જ્યાં વાય, એમાંથી મળે એના રે અણસાર
ઝૂલે જ્યાં પવનમાં ડાળ, લાગે બની પ્રેમીને મળવા તૈયાર
એકતા વિના સર્જે એ એકતા, બને જ્યાં એ અનોખો પ્યાર
દુઃખ નથી દુઃખી નથી, ધબકે જ્યાં દિલમાં પ્યારનો ધબકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)