સમય મારો સાધજે વ્હાલા, ખોલી દે મારા દિલના દરવાજા
ખૂંચી રહ્યો છે એ માયાથી અંદર, તોડી દે એ તાર માયાના
મારુંમારું કર્યું જીવનભર, હવે દિલથી કરવા દો તમને મારા
આગળ પાછળ તો છે કર્મોની જંજાળ, લેવા ના દે મુક્તિના શ્વાસ
ભાગ્ય મચાવે શોર જીવનમાં, આપજે અમને એમાં સ્થિરતા
હૈયું છે વ્યાકુળ ચિત્તડું ડામાડોળ, પહોંચાડજે નાવડી કિનારે સ્થિરતાની
પામું પ્રેમની ઝલક ઘડી બે ઘડીની, ખોલી ના દેજે દુઃખના દરવાજા
દેજે હામ એવી હૈયામાં, ચડવાં છે ચડાણ કપરાં મંઝિલનાં
નથી પાસે કોઈ મારી, નાખી શકું ઉપર દૃષ્ટિ તો એના
સમય મારો સાધજે વ્હાલા, લે હૈયું તો ઉમંગના હિલોળા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)