જીવનમાં સમજે આઝાદ શાને તું, સુખદુઃખ વિનાનો ના રહ્યો છે તું
વિચારો ને વિચારો રહે છે કરતો, વિચારો વિનાનો ના રહે છે તું
ભાવથી ભરપૂર છે હૈયું તો પાસે, ભાવ વિનાનો ના રહ્યો છે તું
બુદ્ધિથી રહે છે વિશ્લેષણ કરતો સંજોગોમાં, બુદ્ધિ વિનાનો ના રહ્યો છે તું
શ્વાસેશ્વાસે જીવન ચાલે, શ્વાસ વિનાનો નથી રહ્યો તો તું
મન જેવો છે સબળ સાથી, શોધે છે બીજો સાથ શાને રે તું
દિલથી પામી શકે બધું જીવનમાં, એ સદાય ભૂલે છે તો તું
પગ હોવા છતાં ના પામે મંઝિલ, સાચી રાહે ચાલવું ચૂકે છે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)