હરિનું રે પંખી જગ છોડી ઊડયું પહોંચવા રે એ હરિના ધામમાં
ત્યજવા અંધકાર અંતરના પામવા પ્રકાશ પ્રભુના, પહોંચ્યું એ હરિના ધામમાં
રમી રમત શ્વાસોશ્વાસની જગમાં, થાક લેવા, ઊડયું એ હરિના ધામમાં
ત્યજી સુખદુઃખની છાયા, પામવા હરિની છાંય, ઊડયું એ હરિના ધામમાં
છોડી આ જગની માયા, પીવા પ્રભુ પ્રેમના પ્યાલા, ઊડયું એ હરિના રે ધામમાં
ત્યજી આકર્ષણ જગનું, વધ્યું આકર્ષણ હરિનું, ઊડયું એ હરિના ધામમાં
છોડી જગનો આનંદ, પામવા સાચો આનંદ, ઊડયું એ હરિના ધામમાં
રોક્યું ના રોકાયું, તાલાવેલી લાગી મળવા, ઊડયું એ હરિના ધામમાં
હતું અશાંત એ જગમાં, સાચી શાંતિ પામવા, ઊડયું એ હરિના રે ધામમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)