સકળ જગમાં પાથરે છે પ્રકાશ જે, પ્રગટાવો એના મંદિરીયે દીવડા કેમ
અંધારામાં પણ નીરખે છે તમને જે, જોવા મુખનું તેજ એનું પ્રગટાવોને દીવડાઓને
તારી ને તારી છાયાનો છે અંધકાર હૈયામાં, જોઈ શકીશ ક્યાંથી તને એમાં તો એને
દૂર કર છાયા તારી તારા અંતરમાં, જોઈ શકીશ તને સાચો ત્યારે તને
મુખડું જોવા પ્રભુનું, પ્રગટાવ્યા દીવડા, જોવા એને અંતરમાં પ્રગટાવજે રે મનદીપ એમાં
જોઈ શકે છે બધે તને, કેમ ના જોઈ ના શકે એને તું તારામાં ને બધે રે
પામવાં હશે દર્શન એનાં તો કરવી પડશે સાચા દિલની પુકાર રે
અંતરચક્ષુથી એ દેખાય, બાહ્ય દીવડાથી તો ના એ ક્યાંય દેખાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)