તારી નિગાહમાં રમે છે તારી દુનિયા, સ્થાન મારું બતાવી દે એમાં
હડસેલી ના દેજે નિગાહમાંથી, રહેવું નથી બીજી કોઈ નિગાહમાં
તારી નિગાહ છે જીવન મારું, બીજી નિગાહો સાથે નથી લેવાદેવા
નિગાહ તારી દે છે જીવન, જીવન વિનાના શ્વાસોને શું કરવા
અમારા જીવનના નથી કાંઈ દાવા, અમારે તો એના કરવા
તમારી નિગાહની નિગરાની નીચે, જીવનના શ્વાસો છે લેવા
અંતરમાં સમાયા કે ના સમાયા, નિગાહની બહાર જાવા ના દેતા
અનેક નિગાહોથી છે બચવું, તારી નિગાહમાં તો દેજે સમાવા
તારી નિગાહની ગહેરાઈમાં ખોવાવું, પડે તો દેજે એમાં ખોવાવા
મારી નિગાહ ને તારી નિગાહ એક બને, છે ચિત્રો દુનિયાનાં બદલવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)