છલકાય છે ઉમંગ ને આનંદનાં સરોવરો તો જગમાં
શાને પડે છે તોય રોવું, શાને પડે છે તોય રોવું
પથરાયેલો છે પ્રકાશ જગમાં પ્રભુ, પડે છે શાને અંધારે અટવાવું
ભર્યાં પડયાં છે સુખનાં સરોવરો જગમાં, પડે છે શાને દુઃખી થાવું
ભર્યો છે પ્રેમનો સાગર સહુનાં હૈયામાં, હૈયું પડે છે શાને ઢંઢોળવું
અંતે તો ધર્મનો વિજય થશે જગમાં, સહુએ આ સમજવું
સર્વવ્યાપક છે સર્વ ઠેકાણે, પડે છે શાને જગમાં એને ગોતવું
ચાહના છે સુખની સહુનાં હૈયે, છુટ્ટે હાથે સુખને શાને ના લૂંટવું
ભરીભરી છે સમજણ સહુનાં હૈયે, જોર નાસમજદારીનું શાને વધ્યું
સાનમાં સમજનારને પણ, પડે છે જગમાં તો શાને કહેવું
ખોવી નથી ધીરજ જીવનમાં, પડે છે જગમાં શાને ધીરજ ગુમાવવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)