પકડી છે રાહ સમજી વિચારીને, અધવચ્ચે છોડશું નહીં
અધવચ્ચે છોડીએ રાહ, એ અમે નહીં, અમે નહીં, અમે નહીં
સમજાશે નહીં, પૂછશું હજાર વાર, અધવચ્ચે અટકશું નહીં
પ્રગટી છે કાર્યની જ્યોત દિલમાં, બુઝાવા એને દેશું નહીં
સહેશું સિતમ આવશે એ બધા, હુંકારા કરશું નહીં
દુઃખદર્દ ડૂબાવી ના શકશે હિંમત અમારી, પાછા અમે પડશું નહીં
વસાવી છે મંઝિલને નજરમાં ને દિલમાં, એમાંથી હટવા દેશું નહીં
કરી છે કૂચ જ્યાં મંઝિલની, પહોંચ્યા વિના અટકશું નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)