કર્યો એવો કેવો રે કારભાર, કર્યો જીવનનો એવો કેવો રે વેપાર
તને જેની ખબર નથી, તને જેની ખબર નથી…
સુખદુઃખ પર છે કર્મોનો આધાર, તારાં કર્મોની તને ખબર નથી
રહ્યો વ્યસ્ત એવો, કેવો જીવનમાં, કાઢયો ના સમય કરવા ખુદનો વિચાર
સ્વાર્થમાં મૂકી આંધળી દોટ, રોક્યો ના એમાં તલભાર ...
સમજ નાસમજમાં રહ્યો રમતો, હૈયામાં રહ્યો વધારતો માયાનો વિસ્તાર
ભૂલ્યો કરવી ખુદની ભલાઈ, રહ્યો ખુદ પ્રેત્યે બેદરકાર ...
ગળાડૂબ બન્યો સંસારમાં, વળગાડયો હૈયે એવો સંસાર ...
ખોટા સાજનમાજન કર્યાં ભેગાં હૈયામાં, કર હવે જગને તડીપાર ...
સંસાર છે બેધારી તલવાર, કાં ડૂબાડશે કે ઉતારશે ભવપાર ...
પામવી છે ઉચ્ચ સ્થિતિ જીવનની, ત્યજવા બધું રહેજે તૈયાર ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)