ઝીલતો ને ઝીલતો રહ્યો છું તોફાનોના જીવનમાં આઘાત
આવજે દોડી તું મારી મા છે, તું તો કરુણાની મૂર્તિ સાક્ષાત્
છે જગમાં જીવન તો લાંબી મુસાફરીનો તો પ્રવાસ
વ્હારે દોડી આવજે તું આજ, છે તું તો મારી દયાળી માત
સુખચેન નથી હૈયામાં, મચ્યું છે એમાં પ્રચંડ તોફાન
આવજે દોડી કરવા શાંત, ઓ મારી મંગળકારી માત
દુઃખદર્દની તો જીવનમાં, લંબાતી ને લંબાતી જાય રાત
વ્હારે દોડી આવ મારી મા, જીવનમાં પાથર તારો પ્રકાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)