છે શૂન્યની મુસાફરી, કર શૂન્ય પર સવારી, કર ખુદને ભૂલવાની તૈયારી
ભૂલ ઉપકાર તું, ભૂલ અપકાર તું, રહ્યા છે કરતા સતત તાણાતાણી
મન તો છે ફરતું, ચાહશે શોધવા સદા કોઈ ને કોઈ તો સાથી
સાથ વિનાની તો છે આ તારી, એકલતાની શૂન્યની મુસાફરી
એકએક જાશે છૂટતા માનેલા સાથીદારો, થાશે શરૂ શૂન્યની મુસાફરી
થાશે પ્રવેશ પ્રેમના મહાસાગરમાં, જાશે પ્રેમની પ્યાસ બુઝાતી ને બુઝાતી
પ્રેમસ્વરૂપની જ્યોત ફેલાતી જાશે દિલમાં, જાશે બની તું પ્રેમની મૂર્તિ
ગુણ-અવગુણોની હટશે મારામારી, ગુણાતીત સ્વરૂપની થાશે સવારી
થાશે ખુલ્લો નિર્મળ ધ્યાનનો પ્રદેશ, નિર્મળ ધ્યાનની થશે સવારી
રહેશે ત્યારે તું ને તું, હૈયે જાશે અન્ય સ્વરૂપોની તો મારામારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)