ધડકનની ધડકન ધબકતી જો બંધ થાશે, અંજામ એનો શું આવશે
રચેલું સ્વપ્ન સમજાવેલું સ્વપ્ન, છિન્નભિન્ન એમાં તો થાશે ...
દર્દનાં એ આંસુ, હર્ષનાં એ આંસુ, એમાં ને એમાં એ થીજી જાશે
અજાણ્યા મટી, બન્યા જાણીતા, અજાણ્યા પ્રદેશનો પ્રવાસ ખેડશે ...
વિચારોના મહેલો ને વિચારોના તરંગો, ઘાટ એના ના લઈ શકશે
પ્રેમની એની ગંગા ને એના પ્રેમની સરિતા, પાવન કોને એ કરશે...
દુઃખદર્દની એ વેદના, એ દુઃખદર્દના સૂરો કોણ એને ઝીલશે ...
એની પ્યારભરી નજરનું લક્ષ્ય, હવે કોણ તો એનું એમાં બનશે
એના પ્યારભર્યા પગરવ, એનો મીઠો કલરવ, કોણ એ સાંભળશે
થયું એ સાથે આપણી ક્યારે ને ક્યારે આ બધું તો અટકશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)