તાકાત ને તાકાતનું પ્રદર્શન થાતું ને થાતું રહ્યું છે જગમાં
આ સુધરેલી માનવજાત નથી રહી કાંઈ એમાંથી બાકાત
મોટું કરે પ્રદર્શન તાકાતનું, નાના ઉપર રહ્યું છે ચાલતું જગમાં
સૈન્ય ને સૈન્યના થાતા રહ્યા મુકાબલા, થાતું રહ્યું રાષ્ટ્રને નામ
વ્યક્તિની તાકાતમાંથી સમૂહ, રહ્યા ભીડવવા બીજા સમૂહને તૈયાર
વિચારો ને વિચારો રહ્યા ટકરાતા, રહ્યા ના એમાંથી એ બાકાત
ધર્મના નામે બની ઝનૂની, રહ્યા ટકરાતા અજમાવવા તાકાત
હારજીત વિના પડે ના ચેન હૈયાને, હૈયે સહુનાં છે આ મુદ્દાની વાત
પ્રાણીઓ કરી રહ્યા છે પ્રદર્શન તાકાતની, સુધરી નથી માનવજાત
હાર્યા જ્યાં એ કુદરત સામે, નથી સ્વીકારી પ્રભુની તાકાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)