વાતવાતમાં જ્યાં વાતના ઢંગ બદલાય, મુખ પરના ત્યાં રંગ બદલાય
વાતમાં હૈયામાં શરમનાં મંડાણ મંડાય, રંગ મુખ પર એના એ ચીતરાય
વાતમાં સૂર ક્રોધના રેલાય, મુખ પર રંગ ત્યાં એના રેલાય
વાતમાં શૂરવીરતાના રંગ રેલાય, મુખ પર રંગ એના પથરાય
વાતમાં સૌમ્યતા ભળી જાય, મુખ પર હેલા એની તો દેખાય
લાલચ હૈયામાં જ્યાં એમાં જાગી જાય, મુખ પરના ભાવો ખાલી ના રહી જાય
વાતમાં જ્યાં પ્રવાહ દુઃખનો વહી જાય, મુખ ઉપર પ્રદર્શન એનું થાય
વાતમાં જ્યાં હૈયું ઉમંગે છલકાય, મુખ એમાં બાકી ના રહી જાય
વાત ને ભાવોનાં બંધન તૂટી જાય, પારખવું મુશ્કેલ બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)