નાથ મારા રે, મારા વ્હાલા રે નાથ, તારી પાસે રે શું ગાવું
હૈયાના મારા તલેતલનો જાણનાર તું, તારી પાસે રે શું છૂપાવું
રહે ના હૈયું જ્યાં હાથમાં, શબ્દોની સૂરાવલિ રચાવું
હૈયાના અઢળક એવા ભાવોને, શબ્દોથી તને સમજાવું
રમત રમે ભાવો હૈયા સાથે, મારા ભાવોના શબ્દોથી રિઝાવું
છે એ તો ઇશારા તારા ને તારા, તારા ભાવ વિના ભાવો ક્યાંથી લાવું
શબ્દોમાં છૂપાયેલો તું, ભાવોમાં સમાયેલો તું, ભાવ વિનાના ભાવો ક્યાંથી લાવું
સુખદુઃખ મટે આગમન તારું થાતું, સમજવા છતાં નથી સમજાતું
કરે ના બંધ દ્વાર તું, રાખે ખુલ્લાં દ્વાર તોય પાસે નથી પહોંચાતું
દીધી ભલે બુદ્ધિ દૃષ્ટિ તોય તારું દર્શન તો નથી પમાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)