થાય તો લોકકલ્યાણ કરજે, ના પ્હોચાય હૈયે તો કલ્યાણની ભાવના ધરજે
દીનદુઃખિયાની સહાય કરજે, ઉપેક્ષા ના હૈયેથી કદી તું એની કરજે
સમજી શકે તો સમજદારીની વાત તું કરજે, ના કોઈની મશ્કરી તું કરજે
દુઃખ દર્દમાં તુટેલા લોકો ના હૈયાને, થાય તો સાંત્વના ને હિંમતથી તું ભરજે
કરે છે કોઈ તને સતત મદદ, એ ના ભુલજે, વાત સદા તું આ ચિતમાં ધરજે
રાહ ભુલેલા માનવ ને સાચી રાહ દેખાજે, ના ખોટી રાહે એને ભરમાવજે
થઇ શકે તો દાન પુણ્ય તું કરજે, ના અહંકાર એનું તું હૈયે ધરજે
કરી રહ્યો છે કર્તા બધા કાર્ય એના, ચુપ રહીને વાત સદા આ તું સમજજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)