ચાહે છે ભલે અસ્તિત્વ મારું, મિટાવ્યા વિના પ્રભુને કેમ ભેટાય
કરવા નથી અહંના કાંટાથી ઘાયલ પ્રભુને, એની સાથે કેમ ભેટાય
કામ વાસના ભરેલી આંખોથી પ્રભુ સાથે નયનો કેમ મેળવાય
ઇચ્છાઓનો ધોધ વહાવી સમજદારી જીવનમાં કેમ જળવાય
વૃતિઓમાં ભરી અશુદ્ધી ને વિકૃતિ, વિશુદ્ધતાને કેમ પમાય
સત્યને સમજયાં ને અંતરમાં ઉતાર્યા વિના દિદારે દર્શન કયાંથી થાય
મધ્યમાં જયાં પ્રભુ નથી, ત્યાં જીવનમાં સુર્દશન કયાંથી થાય
મન ને ચિત્તમાં વસાવ્યા વિના, સ્મરણ એનું કયાંથી રે થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)