મનમાં ઊડતા રહ્યા વિચારો, વિચારોનાં તોફાનોની કાંઈ કમી નથી
રહ્યા છે દિલમાં ભાવો જાગતા, દિલમાં ભાવોના વમળોની કાંઈ કમી નથી
મળ્યું બાળપણને જવાની જીવનમાં, જવાનીમાં શક્તિની કાંઈ કમી નથી
ખેલ ખેલ્યા ભાગ્યે જીવનમાં ઘણા, જીવનમાં દુઃભાગ્યાની કોઈ કમી નથી
લીધું શિક્ષણ જીવનમાં, ઉતાર્યુ ના હૈયામાં, જીવનમાં સમજદારીની કાંઈ કમી નથી
મળી સંપત્તિ કે ના મળી, જીવનમાં સદ્ગુણોની સંપત્તિની કાંઈ કમી નથી
ધારણા મુજબ થયું ના જીવનમાં, જીવનમાં ઇચ્છાઓની કાંઈ કમી નથી
રહ્યો કરતો દુઃખનો સામનો જીવનમાં, દુઃખોની જીવનમાં કાંઈ કમી નથી
તપતો સૂરજ પાથરે તેજ જગમાં, હૈયામાં અંધારાની કાંઈ કમી નથી
સ્વપ્નાં સેવ્યાં ઘણાં ઘણાં જીવનમાં, સ્વપ્નાંની જીવનમાં કાંઈ કમી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)