છે તું શ્વાસો લેતું પૂતળું રહે જીવનમાં કાંઈ ને કાંઈ કરતું
કર્મોની ચાવીથી રહે ચાલતું, છે ઇચ્છાઓના તાંતણાથી બંધાયેલું
શું કરશે, શું ના કરશે, જીવનમાં નથી કાંઈ એ કહી શકાતું
કદી ઉમંગમાં તો નાચતું, કદી નિષ્ફળતામાં સરી જાતું
કૂદાકૂદી એવી તો કરતું, ભુલી જાતું છે તું એક પુતળું
પ્રેમના દર્પણમાં મુખ જ્યાં જોયું, એમાં ત્યાં તું ખીલી ઉઠતું
કદી નયનો નચાવતું, કદી ગંભીર રહેતું, મસ્તીમાં મસ્ત રહેતું
રહે અદાથી તો એવું, હોય જાણે તું ને તું કરતું કરાવતું
સુખ કાજે ખેલ કરે, તોયે દુઃખમાં તો સરી જાતું
ભાવે ભાવમાં તણાતું રહેતું, ભુલી જાનનું છે એક પૂતળું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)