ક્યાં જવા નીકળ્યા, ક્યાં પહોંચી ગયા, શું કરવા નીકળ્યા, શું નું શું કરી બેઠા
આનંદના સાગરમાં હતું ન્હાવું, દુઃખના સાગરમાં ડૂબકી મારી બેઠા
સર્જવું હતું સ્વર્ગ સંસારમાં, સંસારને નરક બનાવી બેઠા
ભરવું હતું હૈયાને તો પ્રેમથી, હૈયાને વેરમાં ડુબાડી તો બેઠા
વધવું હતું હિંમતથી જીવનમાં આગળ, ડરપોક બનીને બેઠા
ત્યાગી બનવું હતું જીવનમાં, હર વાતના સંગી બનીને બેઠા
સમતા રાખવી હતી હૈયામાં જીવનમાં, અલગતાને હૈયામાં વળગી બેઠા
સ્થિરતા સ્થપાવી હતી હૈયાને મનમાં, ચંચળતા એની વધારી બેઠા
જાવું હતું પ્રભુની પાસે ને પાસે, પ્રભુથી તો દૂર જઈને બેઠા
જીવનમાં પુણ્ય કમાવા નીકળ્યા, પાપી બનીને તો અમે બેઠા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)