શીખવાનું છે ઘણું ઘણું જીવનમાં, શીખવાનું છે જે જીવનમાં એ શીખજો
છે વિચારોની વચ્ચે જીવવાનું, ખોટા વિચારોને તો છોડતા શીખો
ના મળ્યું જીવનમાં તો જે, જીવનમાં એને મેળવતા તો શીખો
મુશ્કેલીથી મેળવ્યું જે જીવનમાં, જીવનમાં એને જાળવતા શીખો
કરવો છે પ્યાર જગમાં સહુને, સહુને દિલથી પ્યાર કરવાનું શીખો
હતાશાને નિરાશામાં વહે છે જીવન સહુનું, સ્થિરતા મેળવતા એમાં શીખો
ખોટું એ ખોટું, સાચું એ સાચું રહે છે, જીવનમાં સાચાને પારખતા શીખો
સબંધોને સબંધો બંધાયા ને તૂટ્યા જીવનમાં, સબંધોને જાળવતા તો શીખો
પૂજો પ્રભુને તો ભલે બહાર બધે, મનમંદિરમાં એને પૂજતાં તો શીખો
દુઃખદર્દ છે અંગ જીવનનું, જીવનમાં એને સહન કરતા તો શીખો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)