નજર અમારી કાંઈ એવી નથી, ગમે એને જે એ જોયા વિના રહેતી નથી
દિલ ચાહે છે ચાહવું તો તને, તને ચાહ્યા વિના ચેન મળતું નથી
મેળવી છે નજર જ્યાં તમારાથી, તમારાથી તમારા વિના બીજું જોવું નથી
વિચારો ભલે અમારા કહ્યામાં નથી, તારા વિચારોની લત લાગ્યા વિના રહેવાની નથી
સાંભળવા છે શબ્દો એને તારાને તારા, બીજા શબ્દોની અસર એને થાતી નથી
યુગ છે ભલે મારા ગોતે દ્વાર એ તારા, તારા દ્વાર વિના શાંતિ મળતી નથી
કરવા નથી હાથને મજબૂર, માંગે સહુ પાસે, તારી પાસે ફેલાવ્યા વિના રહેવું નથી
ઉપરછલ્લા હસ્યની જરૂર નથી, દિલને તારા દર્શન વિના તો ખીલવું નથી
બીજા સ્મરણો ના આપે તાજગી મનને, તારા સ્મરણથી મનને વંચિત રાખવું નથી
હવાના ઝોકા જેવી છે જિંદગી, ઉડે ભલે તારા ચરણમાં પડ્યા વિના રહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)