એક દિવસ એવો આવશેને આવશે, જગ છોડીને તું જાશે ને જાશે
હશે કર્યુ ભેગું મહેનતથી કે બીજી રીતે, એ બધું જગમાં છોડીને જશે
બાંધીશ વેર કે બંધાઈશ પ્રેમમાં, ના કામ ત્યાં એ તો આવશે
એકલો આવ્યો જગમાં, એકલો તું જાશે, એકલો આવ્યો એકલો જાશે
હશે પ્રીત સાચી તારી કે અન્યની ઊંડી ઊંડી શ્વાસ છૂટ્યા પછી ના સમજાશે
ઇચ્છાને મોહના તાંતણા ઘૂંટી કરી મજબૂત એને, સાથે એ લઈ જાશે
કર્યું વ્યર્થ અભિમાન જગમાં, કર્યું એ તો જેના કર્મે, એ બધું છોડી જાશે
ના આવ્યા કોઈ સાથે તારી, ના સાથે તારી તો કોઈ જાશે
કરી માવજત સાચવી કાયાને, એ કાયા તારી અહંની અહીં કહી જાશે
આવશે તું જગમાં એકલો, એકલો ને એકલો જગમાંથી તો તું જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)