જે નજરમાં સમાયું છે શું એ તમારા દિલમાં સમાયું છે
દિલને નજરની ચાલ જીવનમાં, જીવનમાં શું જુદીને જુદી છે
રાખીને મહોબ્બત ભરી નજર, શું તમે દિલને મહોબ્બત થી ખાલી રાખ્યું છે
સમજણના છે બંને દ્વાર તો એના જે સમજણમાં આવ્યું છે શું તમારે એજ કહેવાનું
મુસ્કુરાઓ છો તમે મલક મલક શાને, સમજાવી શું એમાં તમારી ગલતી છે
નથી કાંઈ આપણી આ પહેલી મુલાકાત શું આજની મુલાકાતને તમારે અનોખી બનાવ છે
સમજ્યા વિના પણ ચાલ્યા છો તમે પ્રેમની રાહે ને રાહે, એ રાહને ના ભૂલવાની તમારી તૈયારી છે
સમજ વિના પણ રમાય છે રમત, તમે જીવનમાં શું પુરી કરવાની તમારી તૈયારી છે…
વિંટળાઈ વળ્યા છે ગુન્હેગાર આસપાસ તમારી, શું એમાં અલ્પિત રહેવાની તમારી તૈયારી
ચાહતો હતો શ્રદ્ધા મારી અમર રહે, મરીજ હાજરીમાં મારી શ્રદ્ધાનું મરણ થયું
નંદવાયા રે નંદવાયા જીવનમાં, કઈંક આશાઓના મિનારા ને દબાયા
લાંગરી ના નાવડી કિનારે, જ્યાં બદલાયા કિનારા ને કિનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)