બની ઠનીને બેઠો છે એવો, મોતને પરણવા નીકળેલો વરરાજો
છે ભલે એ એકલોને એકલો, છે એ તો આનંદનો એનો વરધોડો
રાખી નથી કસર કોઈ વાતની, યુગો યુગોમાં છે જાણે ગુંથાયેલો
વિરલતાના ના સ્વાંગ સજ્યા, બન્યો તોયે એવો એ વિરલો
ડર ના ડરાવી શક્યું જીવનમાં એને, રહ્યો ડરને તો એ ડરાવતો
રહ્યો સહુને હૈયેથી નમતો, રહ્યો જગમાં સહુને તો એ નમાવતો
ત્યજી જીવનભર નીંદ એણે, રહ્યો જીવનભર સદા એ જાગતો
હતી ના સુખની ચાહના, પ્હોંચવા ના દુઃખના કિનારે અલિપ્તતાનો અણસારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)