કોઈ આગળ છે કોઈ પાછળ છે કોઈ સાથે છે
જગમાં જીવનની દોડમાં, સહુની તો દોડ ચાલુ છે
કોઈ સ્ફૂર્તિથી રહ્યા છે દોડી, કોઈ દોડી દોડી ગયા છે થાકી
કોઈ લક્ષ્ય રાખી રહ્યા છે દોડી, કોઈ રહ્યા છે આવેશમાં દોડી
કોઈ હાંફતા હાંફતા રહ્યા છે દોડી, કોઈને ફાવટ ગઈ છે આવી
અધવચ્ચે ગયા છે પડી, સમજો મંઝિલ થઈ ગઈ પૂરી
કોઈ એકલવાયા રહ્યા છે દોડી, કોઈ સમૂહ બનાવી રહ્યા દોડી
કોઈ મસ્તીમાં મસ્ત બની, રહ્યા છે દોડી જગની નથી એને પડી
કોઈ પ્યાલા પ્રેમના પીને રહ્યા છે દોડી, કોઈ દુઃખદર્દની જ્વાલાથી રહ્યા છે દોડી
અટક્યા જે જીવનમાં જ્યાં, ગઈ હાલત એની તો બગડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)