પ્રીત જોવે ના દેશ કે પરદેશ, જોવે ના એ કાંઈ પહેરવેશ
વસ્યું જે દિલ દિલમાં, એ દિલને છે દિલમાં પ્રેવશ
પ્રીત કાજે રહે દિલ સદા તૈયાર, વેઠવાને એ વિદેશ
પ્રીતના તાર બંધાયા જયાં, ત્યાં દિલથી દિલને મળતા રહે સંદેશ
પ્રીત જાગે જયાં દિલમાં, ત્યાં દિલ વસે પ્રીતમને દેશ
જેમ જેમ પ્રીતનો રંગ પાકો બને, તેમ મટે સઘળા આવેશ
પ્રીત વિના ના પ્રીયતમ મળે, જગ જાણે આકે જુઠો નથી આ સંદેશ
જગતની રીત બધી છુટી, કર્યો જયાં પ્રીતની દુનિયામાં પ્રવેશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)