પ્રભુની રચનામાં કોઈ ખામી નથી, અહંશીલ માનવી ખામી કાઢયા વિના રહ્યો નથી 
દૃષ્ટિમાં ના આવ્યા છતાં, જગમાં દૃષ્ટિ બહાર કાંઈ એ રહેવા દેતો નથી 
અદૃશ્ય રાખ્યા કંઈક તાંતણા એણે, એનાથી બાંધ્યા વિના રહેતો નથી 
કરે ગોટાળા માનવ લાલસામાં, દર્દમાં ડૂબ્યા વિના તો એ રહેતો નથી 
સમજીને ના સમજે માનવ, ના કરે કરવાનુ ,એમાં એ કાંઈ જવાબદાર નથી
કર્મોના નિયમથી ગતી કરે સહુ કોઈ, હસ્તક્ષેપ એમાં એ કરતો નથી
અહંકારથી કરે પોતાને અલગ મનુષ્ય, એ કોઈનાથી જુદો નથી
કરે સર્મપણથી સ્વીકાર એનો, એ એનો થયા વિના રહ્યો નથી
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)