ના કાંઈ ગમગીન હતો, ના કાંઈ ઉમંગમાં હતો
ખુદ ખુદની તલાશમાં તો વ્યસ્ત હતો
ના મારગનો જાણકાર હતો, હૈયામાં હિંમત ભરેલો હતો –
ના વેરમાં ડૂબેલો હતો, પ્રભુ પ્રેમનો તો પુજારી હતો –
ના ભૂલોનો જાણકાર હતો, ના ભૂલોથી દૂર રહ્યો હતો –
ના સંજોગથી ઉપર ઉઠયો હતો, ના સંજોગોમાં ઝૂકી ગયો હતો
ના હતું અંધારું તો દિલમાં, દિવ્ય તેજ દિલમાં ઝંખતો હતો –
ના પરિણામ પામ્યો હતો, ના મારગથી વિચલિત હતો
ના શંકામાં ડૂબ્યો હતો, ના શંકારહિત બન્યો હતો –
ના નિરાશામાં ડૂબ્યો હતો, ના આશાઓનું ફળ પામ્યો હતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)