પગ મારા ચાલતા રહે, જોજે ખોટી જગ્યાએ ન જાય
શક્તિ તારી દેજે એવી માડી, દોડતા તારી પાસે પહોંચી જાય
આદત એની છે ભટકવાની, `મા' રસ્તો તારો દેખાડ
પહોંચાડજે એને તારા દ્વારે, થાક એનો ઊતરી જાય
સ્થિર નથી રહ્યા કોઈ દ્વારે, પળમાં એ ભાગી જાય
સ્થિરતા આપજે તારા દ્વારે, ત્યાં સ્થિર કરજે સદાય
સુખ મેળવવા, એ તો ભટકતા રહ્યા છે સદાય
સુખ તારું એવું ચખાડજે, ફરી બીજે ક્યાંય ન જાય
તારી મરજી કાજે, એને પહોંચાડજે સારા જગમાંય
તારી શક્તિની યાદ સદા અપાવી, જોજે એમાં એ સંમત ન બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)