આજ મને આ ગમતું, કાલ મને બીજું ગમતું
ન જાણું, ક્યારે ને કેમ, મને શું નું શું ગમતું
નિર્ણય કર્યો ના કદી, વિચાર પાકો કર્યો નહીં
સ્થિર કદી મળ્યું નહીં, સ્થિર કદી થયો નહીં
મૂંઝવણમાં સદા રહ્યો, દેવાવાળો મૂંઝવણમાં પડતો રહ્યો
પામ્યો ના કદી કંઈ, ખાલી હાથ સદાય રહ્યો
મનસૂબા ઘણા ઘડતો રહ્યો, પળેપળમાં બદલતો રહ્યો
આગળ કદી ના વધ્યો, સ્થિર કદી ના થયો
મનની સાથે ઘસડાતો રહ્યો, માયામાં અથડાતો રહ્યો
પ્રેમ માટે તલસતો રહ્યો, પ્રભુથી વિમુખ રહેતો રહ્યો
પ્રભુકૃપા માટે તલસતો રહ્યો, માયામાં ગૂંથાતો રહ્યો
ક્રમ આનો આ ના બદલાયો, સમય વેડફાતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)