કરીશ જોર જો તું ખોટી દિશામાં રે જીવનમાં, દુઃખ દૂર જીવનમાં તો ના થશે
થાશે ના દૂર દુઃખ એમાં તો તારું, જીવનમાં દુઃખ તારું, એવું ને એવું ઊભું રહેશે
જાણીશ ના કે સમજીશ ના, કારણ એનું તું જીવનમાં, જીવનમાં દૂર ના એ તો થાશે
પ્રેમ જીવનમાં જાશે તું ભૂલી જ્યાં, જીવનમાં તું દુઃખીને દુઃખી થાતો જાશે
મૂકવી છે દોટ જ્યાં તારે પ્રગતિના દ્વારે, જીવનમાં દુઃખ એને તો અવરોધતું રહેશે
કંકર વિના તો ના ચણતર તો થાશે, ચણતરમાં તો કંકરની કિંમત તો થાશે
દુઃખમાં તો થાશે જીવનનું ચણતર, એના વિના ચણતર અધૂરુંને અધૂરું રહેશે
આવે ભલે દુઃખ જીવનમાં, કરે કર્મથી, બીન આવડતથી દુઃખ એ તો દુઃખ રહેશે
દુઃખની ધારા જોઈએ ના કોઈને જીવનમાં, દુઃખ વિનાનું જગમાં ના કોઈ હશે
જોયા ના હોય ભલે પ્રભુને દુઃખી થાતાં, જોઈને જગને તો દુઃખી દુઃખી એ થાતાં હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)