જાણીને રાહ જીવનમાં, રાહ પર તો ચાલ્યા નહીં, જાણીને રાહ કર્યું તો શું
થઇ તરસ્યા પહોંચ્યા સરોવર તીરે, જોયું જળ, પીધું નહીં, પહોંચીને તો કર્યું રે શું
બાંધી બાંધી સબંધો, રહ્યાં જીવનમાં તોડતા એને, સબંધ બાંધીને તો કર્યું રે શું
મળ્યો આરામ, આરામ કરવા, વેડફ્યો ખોટી વાતોમાં, મેળવીને એને કર્યું રે શું
નીકળ્યા, નીકળ્યા સૂર્યપ્રકાશને, બાંધી આંખે તો પાટા, નીકળીને તો કર્યું રે શું
લેવી હતી મજા તરવાની, શીખ્યા ના જ્યાં તરવાનું, એવા તરવાથી તો વળશે શું
સમજવામાંને સમજવામાં ગેરસમજ કરી ઊભી, એવું સમજવામાં તો વળશે શું
ઝાંઝવાના જળના, જળના ભરોસે ના વળશે, એવા ઝાંઝવાના જળને કરશો શું
ખટખટાવ્યા દ્વાર ભલે મુક્તિના, જો ના એ ખૂલ્યા, એવા ખટખટાવવાથી વળશે રે શું
ભક્તિભાવમાં ગયા ભલે રે ડૂબી, વિકારોને ના રોક્યા, એવા ભક્તિભાવને કરશો રે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)